top of page

             

જય મુરલીધર 


       છેલ્લા થોડા મહિનાથી ગુજરાતમાં અને એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રના જામનગર દ્વારકાના વિસ્તારમાં બોરવેલ દુર્ઘટના વધતી રહી છે.  છેલ્લા છ મહિનાની વાત કરીએ તો આ વિસ્તારમાં અલગ અલગ જગ્યા પર ત્રણ બોરવેલ દુર્ઘટના બની જેમાં જામનગરની નજીક #તમાચણ #દ્વારકા નજીક #રાણ અને લાલપુર નજીક #ગોવાણા નો સમાવેશ થાય છે.
           આ દુર્ઘટનાઓમાં બે ઘટના સ્થળ પર માસુમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો અને લાલપુરમાં બનેલી ઘટનામાં બાળકે થોડા દિવસ બાદ હોસ્પિટલ માં જીવ ગુમાવ્યો. આ બાળક તો માત્ર 8 ફૂટ ઊંડાઈ પર જ ફસાયેલું હતું છતાં એ બાળકને રેસ્ક્યુ કરવા માટે નવ કલાક જેટલો સમય લાગી ગયો હતો.
   

 મને મળેલી પ્રાથમિક માહિતી અનુસાર આપણા આ વિસ્તારના તંત્ર પાસે આવી દુર્ઘટનાઓને પહોંચી વળવા માટે કોઈ જાતની આધુનિક ટેકનોલોજી નથી.  બોરવેલ માં ફસાયેલા બાળકને જોવા માટે કે પછી એમની પ્રતિક્રિયા લેવા માટે અન્ય સામાન્ય લોકો પાસેથી કેમેરા જેવી બેઝિક ઇન્સ્ટ્રુમેન્ટ નો ઉપયોગ કરવો પડે છે.
 

  આ પ્રકારના પ્રોબ્લેમ ના સોલ્યુશન માટે ચાર વર્ષની મહેનત અને રિચર્સ અને ડેવલપમેન્ટ બાદ મેં એક ઇન્વેન્શન તૈયાર કર્યું છે. જે છે બોરવેલ રેસ્ક્યુ રોબોટ આ રોબોટ વડે બોરવેલ માં ફસાયેલા બાળકને આપણે માત્ર અને માત્ર એક કલાકમાં સહી સલામત રેસ્ક્યુ કરી શકીએ છીએ. રોબોટ ની અંદર ઓક્સિજન એચડી કેમેરા ટુવે ઓડિયો કોમ્યુનિકેશન તેમજ અલગ અલગ અટેચમેન્ટ ની મદદ થી બાળકને પકડી જલ્દીથી જલ્દી બહાર કાઢી શકીએ છીએ. 
       

   જામનગર વિસ્તારના આ ગામોમાં જ્યારે દુર્ઘટનાઓ બની અને મને ખબર પડી તુરંત હું મારા રોબોટ સાથે દુર્ઘટના ગ્રસ્ત સ્થળ પર પહોંચવા માટે નીકળી ગયો હતો.  પરંતુ હું અમરેલી જિલ્લાના રાજુલાનો રહેવાસી હોવાથી આ ગામો ખૂબ જ દૂર હોવાના લીધે ઓન રોડ સમયસર ના પહોંચી શક્યો અને બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો.   પુરા દેશમાં માત્ર અને માત્ર મારી પાસે જ  આ એક જ રોબોટ હોવાથી. દેશમાં જ્યારે આવી દુર્ઘટનાઓ બને છે ત્યારે ત્યાં પહોંચવું મુશ્કેલ બની રહે છે.
   

    આપણા આ વિસ્તારમાં ભવિષ્યમાં જ્યારે પણ આવી કોઈ બોરવેલ દુર્ઘટના બને અને કોઈ માસુમ બાળક બોરવેલ માં ફસાઈ જાય તો એ માસુમ પોતાનો જીવ ન ગુમાવે એ માટે આ વિસ્તારના પ્રશાસન પાસે કમ સે કમ આવો એક રોબોટ હોવો જોઈએ.  


      આ માટે હું આ રોબોટ બનાવી જામનગર ફાયર વિભાગ ને ડોનેશન કરવાં માંગુ છું.. પણ આ રોબોટ બનાવવા માટે 25લાખ રૂપિયા થી વધુ નો ખર્ચ છે . જેને બનાવવા હું  એકલો સક્ષમ ન હોવાથી આ વિસ્તાર ના રાજકીય લોકો, બિઝનેસ પરસન , સોશિયલ મીડિયા ઇન્ફૂલેન્સર, મીડિયા, તેમજ સામાન્ય જનતા નો સપોર્ટ ચાહું છું. 
         

            મને આશા અને વિશ્વાસ છે કે આપણે મળી ને એક રોબોટ નું નિર્માણ કરી આ વિસ્તાર ને ભેટ આપીશું જેથી કરી ને જ્યારે પણ આ વિસ્તાર માં કોઈ માસુમ બાળક બોરવેલ માં ફસાય જાય તો આ રોબોટ વડે એમનું સફળ રેસ્કયુ કરી એ માસુમ નો જીવ બચાવી શકીએ...

યથા શક્તિ દાન માટે અહીં ક્લિક કરો ........ Click Here ......અથવા    ( 9998217378 )   આ નંબર પર UPI transfer કરી શકો છો

Be the first one to donate

Need Rs.25,00,000 

  ______Or donate with any app_____

1_BOrZtZYRwGEe8NlavcSzRA.png

  * All information update in 24 hour

रोबोट की मदद से कीये गए रेस्क्यू के न्यूज़ वीडियो और न्यूज़ पेपर के फोटो। 

asdf.jpg
AddText_06-18-06.26.18.jpg
AddText_06-18-06.32.46.jpg
AddText_06-18-06.28.09.jpg
IMG-20220406-WA0000_1.jpg
Tamil news.png
bottom of page